GSEB BOARD – Song
HOME > GSEB Song
સમર્પણ ગીત
મારી સમર્પણના ખુલ્લા આકાશમાં
પાંખો પસારી હું તો ઊડતાં શીખું.
શિક્ષણની શબ્દગુંજ અમારા વર્ગમાં,
જ્ઞાનીના જ્ઞાનનો સૂરજ તપે,
મોટા મેદાનમાં ફોરમતાં ફૂલડાં,
જીવનને ઘડવાના ગીતો શીખે,
બાપુનું સ્વપ્નઃ અમે ઊગીને મઘમઘીએ,
સુવાસે મહેંક મહેંક નગર આખું.
મારી સમર્પણના ખુલ્લા આકાશમાં
પાંખો પસારી હું તો ઊડતાં શીખું.
કસરતના દાવ અહીં, ગીતને સંગીત અહીં,
સાચા સંસ્કારોની પ્રેરણા વહે,
ભણતરનો ભાર નહીં, કોઇ ભેદભાવ નહીં,
સાદગીને શિસ્તની ખેવના રહે,
બાપુનું સ્વપ્નઃ અમે માનવ થઈ ઝળહળીએ,
તેજે છલકાય પછી ઉપવન આખું,
મારી સમર્પણના ખુલ્લા આકાશમાં
પાંખો પસારી હું તો ઊડતાં શીખું.
આવો સૌ સાથીઓ, વ્હાલા વિદ્યાર્થીઓ,
આવો ઉમંગભેર ભણીએ છીએ અહીં,
સમર્પણ સ્કૂલના સાચા સૈનિક બની,
જીવનમાં ક્યાંય પાછા પડીએ નહીં,
બાપુનું સ્વપ્નઃ અમે અશ્વ જેમ હણહણીએ,
જ્ઞાને શણગારીએ જીવતર આખું,
મારી સમર્પણના ખુલ્લા આકાશમાં
પાંખો પસારી હું તો ઊડતાં શીખું.
QUICK LINKS
HOME
THE SCHOOL
ABOUT THE TRUST
CONTACT
WORKING DAYS
Monday to Friday: 09.00 am - 03.00 pm
Saturday: 09.00 am - 12.30 pm
Sunday (closed)
ADDRESS
Samarpan Education & Research Campus, Samarpan Circle KH-7, B/h Govt. Engineering College, Sector 28, Gandhinagar-382028.
+91 9081262233
administrator@samarpanschool.ac.in
Copyright © 2024-2025. Samarpan Public School. All rights reserved.